लोकप्रिय पोस्ट

रविवार, 13 मार्च 2011

એસ.ટી.પી. ના બાળકોનો વોકેશનલ વર્કશોપ

સી.આર.સી. મીરઝાપર માં એસ.ટી.પી. ના બાળકોનો વોકેશનલ વર્કશોપ યોજવામાં આવેલ. આ વોકેશનલ વર્કશોપ માં જયનગર ના ભરવાડ વાસ ના ૧૫ બાળકો એ ભાગ લીધેલ . બાળકોને બુક બિડિંગ, કવર બનાવવા, વોલ પીસ બનાવવા, રૂમાલ માં ભરતકામ , બટન ટાંકવા , મેન્દીકામ , જરીકામ , વગેરે બનાવતા શીખવવામાં આવ્યા. બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી.




આ વોકેશનલ વર્કશોપ માં જીલ્લા એસ.ટી.પી. ના કો-ઓર્ડીનેટર શ્રી દેસાઈ સાહેબ અને ઉનીસેફ નાં જીલ્લા કો-ઓર્ડીનેટર શ્રી દિનેશભાઈ મકવાણા હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપેલ .


આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે વુમન કેમ્પ

સી.આર.સી. મીરઝાપર માં તા.૮-૩-૨૦૧૧ ના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે વુમન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. પ્રથમ કેમ્પ માં જયનગર શાળા માં ભુજ ના જયનગર વિસ્તાર ના મહિલા કૌન્સિલાર શ્રીમતિ પન્નાબેન જોશી અને શ્રીમતિ જયશ્રીબેન ત્રિપાઠી (શ્રેષ્ઠ આંગણવાડી સંચાલક વિજેતા ) નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહિલા આરોગ્ય , કન્યાનું ઓછું જન્મ દર , કન્યા કેળવણી , મહાન મહિલાઓ વિષે ની માહિતી , તત્વચિંતક મહિલાઓ , વગેરે વિષયો પર કો-ઓર્ડીનેટર નાનજી ભાઈ જાજાની, જયાબેન ગણાત્રા, પન્નાબેન જોશી , દક્ષાબેન પરમાર વગેરે એ વક્તવ્ય આપેલ.



બીજા કેમ્પ માં મીરઝાપર કુમાર શાળા માં શ્રેષ્ઠ આરોગ્ય વર્કર નો ગુજરાત સરકાર નો અવોર્ડ મેળવનાર શ્રીમતિ જયશ્રીબહેન પંડ્યા ને શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ. શાળાના આચાર્યા બહેન પ્રફુલાબેન મહેતા ના સઘન પ્રયત્નોથી ૧૦૦ થી વધુ બહેનો એ વુમન કેમ્પ માં ભાગ લીધેલ. આ કાર્યક્રમ માં પલ્લવીબેન દોરું , કો-ઓર્ડીનેટર નાનજી ભાઈ જાજાની, કૃતિબેન અંતાણી વગેરેએ મહિલા આરોગ્ય , કન્યાનું ઓછું જન્મ દર , કન્યા કેળવણી , મહાન મહિલાઓ વિષે ની માહિતી , તત્વચિંતક મહિલાઓ , વગેરે વિષયો પર વક્તવ્ય આપેલ.






शनिवार, 12 मार्च 2011

શાળાના ડિસ્પ્લે બોર્ડ સુશોભન ની હરીફાઈ


સી.આર.સી. મીરઝાપર માં દશ શાળાઓ આવેલી છે. આ દરેક શાળાના સી.આર.સી. માં ડિસ્પ્લે બોર્ડ રાખવામાં આવેલ છે. માસ જાન્યુઆરી-૨૦૧૧ થી આ બોર્ડ સુશોભન ની હરીફાઈ રાખવા માં આવેલ. દરેક શાળા માં થતી પ્રવૃતિઓ , કામગીરી અને તેના ફોટોગ્રાફ , શિક્ષકો અને બાળકોની મૌલિક રચનાઓ , વગેરે બાબતો ને ડિસ્પ્લે બોર્ડ માં સ્થાન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જાન્યુઆરી -૨૦૧૧ ની સૌથી શ્રેષ્ઠ ડિસ્પ્લે બોર્ડ સુશોભન શાળા બની સુખપર કન્યા શાળા -૧ . આ શાળા નાં મુખ્ય શિક્ષક શ્રી કિશોર ડાભી અને તમામ શિક્ષકો ને ખુબ ખુબ અભિનંદન .
માસ ફેબ્રુઆરી - ૨૦૧૧ નાં સૌથી શ્રેષ્ઠ ડિસ્પ્લે બોર્ડ સુશોભન શાળા બની જયનગર શાળા . શાળા નાં મુખ્ય શિક્ષક શ્રી રશ્મી ઠક્કર  અને તમામ શિક્ષકો ને ખુબ ખુબ અભિનંદન .
 

સી.આર.સી. મીરઝાપર માં એ.એલ.એસ. (એસ. ટી. પી. ) ના બાળકોનો વાલીઓની મીટીંગ

સી.આર.સી. મીરઝાપર માં એ.એલ.એસ. (એસ. ટી.  પી. ) ના બાળકોનો વાલીઓની મીટીંગ રાખવામાં આવી. જેમાં દરરોજ  કામ પર જઈને મોદી સાંજે આવતા ભરવાડ વાસ નાં બાળકોના વાલીઓને મળીને બાળકોને એસ.ટી. પી. માં અને શાળામાં નિયમિત મુકવા માહિતી આપવામાં આવી .

સી.આર.સી. મીરઝાપર માં એ.એલ.એસ. (એસ. ટી. પી. ) ના બાળકોનો રમતોત્સવ

સી.આર.સી. મીરઝાપર માં એ.એલ.એસ. (એસ. ટી.  પી. ) ના બાળકોનો રમતોત્સવ યોજવામાં આવેલ. આ રમતોત્સવ માં એક મિનીટ , ફુગ્ગા ફોડ , કોથળા દોડ , લીંબુ ચમચી , રીંગ પકડ , સંગીત ખુરશી ,દડા પકડ વગેરે રમતો રમાડવા માં આવી.  (એસ. ટી.  પી. ) ના બાળકો એ ભાગ લીધેલ . ભાગ લેનાર બાળકો ને ઇનામ આપવામાં આવેલ . આ કાર્યક્રમ માં (એસ. ટી.  પી. ) ના બાલમિત્ર જ્યોતિબેન ઠક્કર , મુખ્ય શિક્ષક આર.એચ . ઠક્કર અને કુસુમબેન ભાગ લઇ આયોજન ને સફળ બનાવેલ.