लोकप्रिय पोस्ट

शुक्रवार, 24 जून 2011

પ્રવેશોત્સવ ૨૦૧૧ : જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ પધ્ધર શાળા માં

પ્રવેશોત્સવ ૨૦૧૧ : જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ પધ્ધર શાળા માં તા. ૧૮-૬-૨૦૧૧ ના આવ્યા હતા . શાળા ના મુખ્ય શિક્ષક શ્રી કાપડી ભાઈ એ ગામ લોકો ના સહકાર થી પ્રવેશોત્સવ નું સારું આયોજન કર્યું હતું . બલાઓ એ " બેટી હું મેં બેટી" ગીત રજુ કરી સૌ ને કન્યા કેળવણી નું મહત્વ સમજાવ્યું હતું.  શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબે તમામ વાલીઓં ને શાળા માં બાળકો ને મોકલવા અને કન્યા કેળવણી માટે જાગૃતિ રાખવા સમજાવ્યું હતું. 





गुरुवार, 23 जून 2011

પ્રવેશોત્સવ :૨૦૧૧ આશાપુરા કોલોની , મોખાના , પધ્ધર , કંધેરાઈ, ગન્ધેર તા.૧૮-૬-૨૦૧૧



પ્રવેશોત્સવ :૨૦૧૧ આશાપુરા કોલોની , મોખાના , પધ્ધર , કંધેરાઈ, ગન્ધેર તા.૧૮-૬-૨૦૧૧

હાજીપીર વલી

હાજીપીર વલી ની પવિત્ર દરગાહ ના દર્શન કરી ધન્યતા અનુભવી. 



પ્રવેશોત્સવ ૨૦૧૧ : હાજીપીર, ભગાડિયા, નાના સરાડા , વડલી શાળા



પ્રવેશોત્સવ ૨૦૧૧ : હાજીપીર
કચ્છ ની રણ કાંધી પર આવેલી હાજીપીર શાળા માં પારંપરિક વેશભૂષા માં સજ્જ બાળકો ને જોઈ ખૂન આનંદ અનુભવ્યો .









गुरुवार, 16 जून 2011

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર સુખપર કુમાર-કન્યા શાળા માં.

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર સુખપર કુમાર-કન્યા  શાળા માં જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ સાથે  દેશલપર હાઈસ્કુલ નાં આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા કારોબારી સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા, સરપંચ શ્રી મનજીભાઈ ખેતાણી  ની આગેવાની માં નવા પ્રવેશપાત્ર બાળકો ને કુમકુમ ચંદલાથી આવકારી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં સંદેશ નું વચન કરવામાં આવ્યું હતું. શિષ્યવૃત્તિ, પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા.   શ્રેષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  આંગણવાડી નાં સંચાલિકા બહેનો ને શ્રી બેનીવાલ સાહેબ નાં હસ્તે ટ્રાય સાઇકલ અને રમકડા આપવામાં આવ્યા હતા. પ્રતિજ્ઞાપત્ર નું વાચન કરવામાં આવ્યું હતું . મુખ્ય શિક્ષક શ્રી ઓ  અને શાળા ના સ્ટાફે કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ વિજ્ઞાન માં પ્રગતિ કરતા બાળકો માટે નાં ઈન્સ્પાયરડએવોર્ડ વિષે માહિતી આપી હતી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . 








પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર સહજાનંદ શાળા માં.

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર સહજાનંદ શાળા માં જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ અને દેશલપર હાઈસ્કુલ નાં આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા કારોબારી સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા, સરપંચ શ્રી નારાણભાઈ વેકરીયા ની આગેવાની માં નવા પ્રવેશપાત્ર બાળકો ને કુમકુમ ચંદલાથી આવકારી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં સંદેશ નું વચન કરવામાં આવ્યું હતું. શિષ્યવૃત્તિ, પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા. વાંચે ગુજરાત અને ગુજરાત ક્વીઝ માં પ્રથમ આવેલ બાળકો નું અને  શ્રેષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છ માસ થી નાના બાળકો ને અન્ન પ્રાસ કરવામાં આવ્યું હતું. આંગણવાડી નાં સંચાલિકા બહેનો ને શ્રી બેનીવાલ સાહેબ નાં હસ્તે ટ્રાય સાઇકલ અને રમકડા આપવામાં આવ્યા હતા. પ્રતિજ્ઞાપત્ર નું વાચન કરવામાં આવ્યું હતું . મુખ્ય શિક્ષક શ્રી સવાઈશિંહ સોઢા અને શ્રી રમેશ પરમાર અને શાળા ના સ્ટાફે કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ વિજ્ઞાન માં પ્રગતિ કરતા બાળકો માટે નાં ઈન્સ્પાયરડએવોર્ડ વિષે માહિતી આપી હતી.









પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર માં જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ અને દેશલપર હાઈસ્કુલ નાં આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા કારોબારી સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા, સરપંચ શ્રી નારાણભાઈ વેકરીયા ની આગેવાની માં નવા પ્રવેશપાત્ર બાળકો ને કુમકુમ ચંદલાથી આવકારી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં સંદેશ નું વચન કરવામાં આવ્યું હતું. શિષ્યવૃત્તિ, પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા. વાંચે ગુજરાત અને ગુજરાત ક્વીઝ માં પ્રથમ આવેલ બાળકો નું અને  શ્રેષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છ માસ થી નાના બાળકો ને અન્ન પ્રાસ કરવામાં આવ્યું હતું. આંગણવાડી નાં સંચાલિકા બહેનો ને શ્રી બેનીવાલ સાહેબ નાં હસ્તે ટ્રાય સાઇકલ અને રમકડા આપવામાં આવ્યા હતા. પ્રતિજ્ઞાપત્ર નું વચન કરવામાં આવ્યું હતું . તિથીભોજન ના દાતા શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા તરફથી બાળકો ને મીઠી અને ભોજન આપવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલાબેન મહેતા , ગીતાબેન ત્રવાડી , તલાટી શ્રી ઠક્કરભાઈ એ જહેમત ઉઠાવી હતી. 















शनिवार, 11 जून 2011

સમર કેમ્પ બાળકો ના જીવન કૌશલ્ય ખીલવવા નો ઉત્તમ અભિગમ .


તા.૨૩-૫-૨૦૧૧ થી તા.૨૮-૫-૨૦૧૧ દિવસ ૫ મીરઝાપર સી.આર.સી. ની જયનગર શાળા માં સમર કેમ્પ કાર્યક્રમ ચલાવવા માં આવેલ આ સમર કેમ્પ માં ૫૦ થી વધુ કન્યાઓ એ ભાગ લીધેલ . બાળાઓ ને ભારત ગૂંથન, મેન્હ્દીકામ , ચિત્રકામ , કાગળકામ , આભલાકામ , સિલાઈકામ , કવર બનાવવા , બૂક બાઈન્ડીંગ વગેરે પ્રવૃતિઓ શીખવવામાં આવી. એક્સપોઝર વિઝીટ માં કચ્છ મ્યુઝીયમ , હમીરસર તળાવ , જીલ્લા પંચાયત વગેરે સ્થળો ની શૈક્ષણિક મુલાકાત લેવામાં આવી. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ ની ચેમ્બેર માં બાળાઓએ મુલાકાત લીધી. સાહેબશ્રી એ બાળાઓને કચ્છ વિષે ની માહિતી અંગે ની પ્રશ્નોતરી કરી. કન્યાઓના જવાબથી પ્રભાવિત થઇ સાહેબ્શ્રીએ અભિનંદન આપ્યા. આ મુલાકાત માં જયનગર શાળાના મુખ્ય શિક્ષકશ્રી રશ્મીકાંત ઠક્કર , સંચાલક શ્રીમતી મયુરીબેન કટ્ટા અને શ્રીમતી કુસુમબેન સોની સાથે રહ્યા હતા. તા. ૨૮-૫-૨૦૧૧ નાં સમર કેમ્પ નાં અંતિમ દિવસે કન્યાઓએ કરેલ નવસર્જન નું પ્રદર્શન અને વળી સંમેલન રાખવામાં આવ્યું હતું. બાળાઓએ સુંદર મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ. શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરનાર ને પ્રોત્સાહન ઇનામ અને ભાગ લેનાર દરેક બાલા ને ગીફ્ટ આપવામાં આવેલ.