लोकप्रिय पोस्ट

रविवार, 13 मार्च 2011

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે વુમન કેમ્પ

સી.આર.સી. મીરઝાપર માં તા.૮-૩-૨૦૧૧ ના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે વુમન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. પ્રથમ કેમ્પ માં જયનગર શાળા માં ભુજ ના જયનગર વિસ્તાર ના મહિલા કૌન્સિલાર શ્રીમતિ પન્નાબેન જોશી અને શ્રીમતિ જયશ્રીબેન ત્રિપાઠી (શ્રેષ્ઠ આંગણવાડી સંચાલક વિજેતા ) નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહિલા આરોગ્ય , કન્યાનું ઓછું જન્મ દર , કન્યા કેળવણી , મહાન મહિલાઓ વિષે ની માહિતી , તત્વચિંતક મહિલાઓ , વગેરે વિષયો પર કો-ઓર્ડીનેટર નાનજી ભાઈ જાજાની, જયાબેન ગણાત્રા, પન્નાબેન જોશી , દક્ષાબેન પરમાર વગેરે એ વક્તવ્ય આપેલ.



બીજા કેમ્પ માં મીરઝાપર કુમાર શાળા માં શ્રેષ્ઠ આરોગ્ય વર્કર નો ગુજરાત સરકાર નો અવોર્ડ મેળવનાર શ્રીમતિ જયશ્રીબહેન પંડ્યા ને શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ. શાળાના આચાર્યા બહેન પ્રફુલાબેન મહેતા ના સઘન પ્રયત્નોથી ૧૦૦ થી વધુ બહેનો એ વુમન કેમ્પ માં ભાગ લીધેલ. આ કાર્યક્રમ માં પલ્લવીબેન દોરું , કો-ઓર્ડીનેટર નાનજી ભાઈ જાજાની, કૃતિબેન અંતાણી વગેરેએ મહિલા આરોગ્ય , કન્યાનું ઓછું જન્મ દર , કન્યા કેળવણી , મહાન મહિલાઓ વિષે ની માહિતી , તત્વચિંતક મહિલાઓ , વગેરે વિષયો પર વક્તવ્ય આપેલ.






कोई टिप्पणी नहीं: