लोकप्रिय पोस्ट

शनिवार, 14 जनवरी 2012

મીરઝાપર સી.આર.સી. માં શિક્ષક સજ્જતા તાલીમ

મીરઝાપર સી.આર.સી. માં શિક્ષક સજ્જતા તાલીમ તા. ૭-૧-૨૦૧૨ ના રોજ યોજવામાં આવેલ. સી.આર.સી. મીરઝાપર ના તાલીમ હોલ માં એલ સી.ડી. પ્રોજેક્ટર મારફતે જાયન્ટ વિડીઓ સ્ક્રીન પર બાયસેગ સ્ટુડીઓ ગાંધીનગર દ્વારા તાલીમ નું  જીવંત પ્રસારણ કરવામાં આવેલ. શ્રી દિનેશભાઈ દેશાઈ ના નેતૃત્વમાં સંકલિત ઉપચારાત્મક કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.  શ્રી રશ્મીભાઈ ઠક્કર અને શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા નુતન મૂલ્યાંકન અંગેની માહિતી આપવામાં આવી હતી. શાળાઓ માં શિક્ષકો દ્વારા પાઠ્યક્રમ મુઅજબ્ના કઠીન બિંદુઓ ના સરલીકરણ માટે નવીનીકરણ ની પ્રવૃતિઓ નું પ્રદર્શન અને ચર્ચા કરવામાં આવેલ. સી.આર.સી.  કો-ઓરડીનેટર એન.જે.જાજાણી એ શિક્ષકો ની નુતન પ્રવૃતિઓ ની સરાહના કરી બિરદાવ્યા હતા. જયનગર શાળા ની વિદ્યાર્થીની  સોની જે પોસ્ટ ખાતા દ્વારા આયોજિત લેટેર રાઈટીંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષા એ ભાગ લેવા ગયેલ તેનું ભુજ બી.આર.સી. કો-ઓરડીનેટર શ્રી ભૂપેશભાઈ ગોસ્વામીના હસ્તે સન્માન કરવામાં આવેલ. સુખપર કન્યા શાળા -૨ દ્વારા રચિત પ્રાર્થના સંગ્રહ અને જયનગર શાળા માં વાચન સપ્તાહ માં કરવામાં આવેલ ડોક્યુંમેન્ટેશન ની કામગીરી ને સી.આર.સી.  કો-ઓરડીનેટર એન.જે.જાજાણી એ બિરદાવી હતી.



कोई टिप्पणी नहीं: