लोकप्रिय पोस्ट

मंगलवार, 26 अप्रैल 2011

પ્રજ્ઞા શાળા ના શિક્ષકો ની બીજા તબક્કા ની તાલીમ.

સર્વ શિક્ષા અભિયાન મિશન - કચ્છ દ્વારા અને બી.આર.સી. ભુજ દ્વારા મીરઝાપર કુમાર શાળા માં પ્રજ્ઞા શાળા ના શિક્ષકો ની બીજા તબક્કા ની તાલીમ તા.૨૫-૩૦ એપ્રિલ ૨૦૧૧ ના કરવામાં આવેલ છે. તા. ૨૫ ના કચ્છ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા નાં વરદ હસ્તે દીપ પ્રગટ્ય કરી તાલીમ નું ઉદગાતન કરવામાં આવ્યું. આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબે પ્રેરક ઉદબોધન આપ્યું. નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.જે. ફફલ, ટી ટી શ્રી ગુલાબભાઈ રાઠવા , પેડાગોજી કો-ઓર્દિનેતર મમતાબેન ભટ્ટ , બી.આર.સી. ભુજ શ્રી બી.જે. ગોસ્વામી ,  બી.આર.સી. નખત્રાણા શ્રી કશ્યપભાઈ જોશી , કે.ની. શ્રી સામતભાઈ વસરા  વગેરે ઉપસ્થિત રહ્યા . ભુજ , માંડવી અને નખત્રાણા તાલુકાના પસંદ કરવામાં આવેલ ૧૦ શાળાઓના ધોરણ ૧-૨ ના શિક્ષકો અને સી.આર.સી.  તેમજ તજજ્ઞો વગેરે કુલ ૧૦૦ થી વધુ સંખ્યા માં આ તાલીમ માં ભાગ લઇ રહ્યા છે. આ તાલીમ નું આયોજન અને વ્યવસ્થા મીરઝાપર સી.આર.સી. એન. જે. જાજાણી, મીરઝાપર શાળા નાં આચાર્ય  પ્રફુલાબેન મહેતા અને ગીતાબેન ત્રવાડી તેમજ સ્ટાફ ના મિત્રો સાંભળી રહ્યા છે .

कोई टिप्पणी नहीं: