लोकप्रिय पोस्ट

शनिवार, 30 अप्रैल 2011

શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસીયા એ પ્રજ્ઞા તાલીમ વર્ગ ની મુલાકાત

સી.આર.સી. મીરઝાપર માં ચાલી રહેલી પ્રજ્ઞા ફેઝ ૨ નાં તા. ૨૯-૪-૨૦૧૧ નાં આજે પાંચમાં દિવસે કચ્છ જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસીયા એ પ્રજ્ઞા તાલીમ વર્ગ ની મુલાકાત લીધી હતી . તેમને શિક્ષકો ને સરકારશ્રી નાં આ નુતન અભિગમ દ્વારા પ્રાથમિક શિક્ષણ માં ગુણવતા લાવવા શિક્ષકો ની ભૂમિકા નું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબે પ્રજ્ઞા અભિગમ થી બાળકો માં બાળકો માં રહેલી વિશિષ્ટ શક્તિ ને વિકાસ ની તક મળે છે તેથી ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ભાર વિના નાં ભણતર ની સંકલ્પના આના થી સિદ્ધ થઇ રહી છે તે વાત જણાવી હતી. આજે પ્રજ્ઞા શાળા નાં આચાર્યો પણ તાલીમ માં જોડાયા હતા .  શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસીયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ અને આચાર્યો એ 
સાથે મળી ને પ્રજ્ઞા ની વિડીઓ સી.ડી. નિહાળી હતી.  મીરઝાપર કુમાર શાળા ના આચાર્યા પ્રફુલાબેન મહેતા એ આવકાર આપી આ પ્રજ્ઞા  અભિગમ માટે અમારી 
શાળા યજમાન બની તેની હર્ષની લાગણી વ્યક્ત કરેલ. કાર્યક્રમનું સંચાલન મીરઝાપર સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ કરેલ. તાલીમ નાં આયોજન 






અને વ્યવસ્થા માટે ભુજ બી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી ભૂપેશભાઈ ગોસ્વામી અને પેડાગોજી કો-ઓર્ડીનેટર મમતાબેન ભટ્ટ માર્ગદર્શન કરી રહ્યા છે.
તજજ્ઞો  શ્રી પરેશભાઈ ચૌહાણ  તથા શ્રી રમેશભાઈ રોસીયા મીરઝાપર અને સુખપર ની પ્રજ્ઞા શાળા ની એક્સપોઝર વિઝીટ માં માર્ગદર્શન આપેલ અને તાલીમ વર્ગ માં પ્રવૃતિઓ દ્વારા શિક્ષકો ને માહિતગાર કરેલ .

कोई टिप्पणी नहीं: