लोकप्रिय पोस्ट

गुरुवार, 16 जून 2011

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર માં જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ અને દેશલપર હાઈસ્કુલ નાં આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા કારોબારી સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા, સરપંચ શ્રી નારાણભાઈ વેકરીયા ની આગેવાની માં નવા પ્રવેશપાત્ર બાળકો ને કુમકુમ ચંદલાથી આવકારી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં સંદેશ નું વચન કરવામાં આવ્યું હતું. શિષ્યવૃત્તિ, પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા. વાંચે ગુજરાત અને ગુજરાત ક્વીઝ માં પ્રથમ આવેલ બાળકો નું અને  શ્રેષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છ માસ થી નાના બાળકો ને અન્ન પ્રાસ કરવામાં આવ્યું હતું. આંગણવાડી નાં સંચાલિકા બહેનો ને શ્રી બેનીવાલ સાહેબ નાં હસ્તે ટ્રાય સાઇકલ અને રમકડા આપવામાં આવ્યા હતા. પ્રતિજ્ઞાપત્ર નું વચન કરવામાં આવ્યું હતું . તિથીભોજન ના દાતા શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા તરફથી બાળકો ને મીઠી અને ભોજન આપવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલાબેન મહેતા , ગીતાબેન ત્રવાડી , તલાટી શ્રી ઠક્કરભાઈ એ જહેમત ઉઠાવી હતી. कोई टिप्पणी नहीं: