लोकप्रिय पोस्ट

गुरुवार, 16 जून 2011

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર સહજાનંદ શાળા માં.

પ્રવેશોત્સવ-૨૦૧૧:સી.આર.સી. મીરઝાપર સહજાનંદ શાળા માં જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ.કે. છાયા સાહેબ અને દેશલપર હાઈસ્કુલ નાં આચાર્ય શ્રી સુરેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા કારોબારી સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ પીન્ડોરીયા, સરપંચ શ્રી નારાણભાઈ વેકરીયા ની આગેવાની માં નવા પ્રવેશપાત્ર બાળકો ને કુમકુમ ચંદલાથી આવકારી શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં સંદેશ નું વચન કરવામાં આવ્યું હતું. શિષ્યવૃત્તિ, પાઠ્યપુસ્તક વિતરણ કરવામાં આવ્યા હતા. વાંચે ગુજરાત અને ગુજરાત ક્વીઝ માં પ્રથમ આવેલ બાળકો નું અને  શ્રેષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. છ માસ થી નાના બાળકો ને અન્ન પ્રાસ કરવામાં આવ્યું હતું. આંગણવાડી નાં સંચાલિકા બહેનો ને શ્રી બેનીવાલ સાહેબ નાં હસ્તે ટ્રાય સાઇકલ અને રમકડા આપવામાં આવ્યા હતા. પ્રતિજ્ઞાપત્ર નું વાચન કરવામાં આવ્યું હતું . મુખ્ય શિક્ષક શ્રી સવાઈશિંહ સોઢા અને શ્રી રમેશ પરમાર અને શાળા ના સ્ટાફે કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સી.આર.સી. કો-ઓર્ડીનેટર એન.જે. જાજાણી એ વિજ્ઞાન માં પ્રગતિ કરતા બાળકો માટે નાં ઈન્સ્પાયરડએવોર્ડ વિષે માહિતી આપી હતી.









कोई टिप्पणी नहीं: