लोकप्रिय पोस्ट

रविवार, 19 फ़रवरी 2012

સદભાવના કાર્યક્રમ માંડવી "ટેકનોલોજી દ્વારા શિક્ષણ" પ્રદર્શન

સદભાવના કાર્યક્રમ માંડવી 








તા.૨-૨-૨૦૧૨ ના રોજ માંડવી  માં માન.  મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સદભાવના ઉપવાસ કાર્યક્રમ માં શિક્ષણ વિભાગ કચ્છ દ્વારા "ટેકનોલોજી દ્વારા શિક્ષણ"  એ વિષય પર પ્રદર્શન યોજવામાં આવેલ. આ પ્રદર્શન માં માંડવી તાલુકાની શાળા ના બાળકોએ કોમ્પ્યુટર લેબ, બાયસેગ ટીવી કાર્યક્રમ, રાષ્ટ્રીય કક્ષા એ વિજ્ઞાન મેલા માં મેરાઉ શાળા ની કૃતિ, મલ્ટીમીડિયા એજ્યુકેશનલ  સીસ્ટમ અને શિક્ષણ ની યોજનાઓનું ડિસ્પ્લે બતાવવામાં આવેલ. મુખ્યમંત્રી શ્રીએ પ્રદર્શન ની મુલાકાત લીધી હતી અને બાળકોને પ્રશ્ન પૂછ્યા હતા. 
આ પ્રદર્શન ના આયોજન માં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશભાઈ રાવલ સાહેબની પ્રેરણા થી અને નાનજી જાજાણી અને હરિભાઈ પટેલના માર્ગદર્શન થી વિવિધ એક્ટીવીટી  નું  આયોજન કરવામાં આવેલ. આ આયોજન ને સફળ બનાવવા માધ્યમિક શિક્ષણ નિરીક્ષક શ્રી પડ્સુબીયા સાહેબ, શ્રી દવે સાહેબ, શ્રી ભૂપેશભાઈ ગોસ્વામી, મમતાબેન ભટ્ટ વગેરે  એ માર્ગદર્શન આપેલ. શ્રી યોગેશ મહેતા, શ્રી ઝાલાભાઇ , શ્રી નરેન્દ્ર અદેપાલ , માંડવીના સી આર. સી. કો.ઓ. પ્રદર્શન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી. 

कोई टिप्पणी नहीं: