लोकप्रिय पोस्ट

शनिवार, 14 जनवरी 2012

મીરઝાપર સી.આર.સી. માં પ્રજ્ઞા તાલીમ

મીરઝાપર સી.આર.સી. માં પ્રજ્ઞા તાલીમ તા. ૭-૧-૨૦૧૨ ના રોજ યોજવામાં આવેલ. આ તાલીમ માં ભુજ તાલુકાના ૪૨ જેટલા પ્રજ્ઞા શાળા ના શિક્ષકો એ ભાગ લીધેલ. સી.આર.સી. મીરઝાપર ના તાલીમ હોલ માં એ.સી.ડી. પ્રોજેક્ટર મારફતે જાયન્ટ વિડીઓ સ્ક્રીન પર બાયસેગ સ્ટુડીઓ ગાંધીનગર દ્વારા તાલીમ નું  જીવંત પ્રસારણ કરવામાં આવેલ. શ્રી દિનેશભાઈ દેશાઈ ના નેતૃત્વમાં પ્રજ્ઞા અભિગમ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.  ભુજ બી.આર.સી. કો-ઓરડીનેટર શ્રી ભૂપેશભાઈ ગોસ્વામી એ શિક્ષકોને પ્રજ્ઞા અભિગમ વિષે માહિતગાર કર્યા.  સી.આર.સી.  કો-ઓરડીનેટર એન.જે.જાજાણી એ પ્રજ્ઞા અંગે શાળાઓ માં એકસુત્રતા લાવવામાં અને અસરકારક કામગીરી માટે શિક્ષકોને માર્ગદર્શન આપેલ. શ્રી જયસુખભાઈ ઠક્કર, શ્રીમતી રસીલાબેન ટાંક અને શ્રી પ્રિયાંક રાજદેવ વગેરે શિક્ષકો એ તાલીમની કામગીરી કરેલ. 




कोई टिप्पणी नहीं: