लोकप्रिय पोस्ट

रविवार, 15 अप्रैल 2012

હેલી પ્રજાપતિ ને વર્ષ 1901 થી 2099 એમ ૨૦૦ વર્ષ નું કેલેન્ડર મુખે છે.

હેલી પ્રજાપતિ મમુઆરા શાળા માં ધોરણ ૮ માં અભ્યાસ કરતી બાલિકા છે . આ બલીકામાં ઈશ્વરે અદ્ભુત સ્મરણ શક્તિ આપી છે. હેલી ને વર્ષ 1901  થી 2099 એમ ૨૦૦ વર્ષ નું કેલેન્ડર મુખે છે. હેલી ને આ બસો વર્ષ ના કોઈ પણ તારીખે કયો વાર આવશે તે ગણતરીની ક્ષણો માં કહી દે છે. હેલી ની અદ્ભુત સ્મરણ શક્તિ ની કદર રૂપે દર વર્ષે બી. આર. સી. ભુજ ના વિજ્ઞાન પ્રદર્શન માં સન્માન કરવામાં આવે છે. હેલી નું કચ્છી મંત્રી માન. શ્રી વાસણભાઈ આહીરના હસ્તે સન્માન પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કચ્છ જીલ્લા શિક્ષક સમાજ , જીલ્લા પ્રા. શિક્ષણાધિકારી સાહેબ તેમજ અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે. 
હેલી ની આ વિશિષ્ટ શક્તિ ને વાચા આપવા મીરઝાપર સી. આર. સી. દ્વારા એક વિડીઓ ફિલ્મ નું નિર્માણ કરવામાં આવેલ છે. આ ફિલ્મ એસ.એસ.એ. કચેરી ગાંધીનગર ને મોકલી આપવામાં આવી છે. આગામી એપ્રિલ ૨૦૧૨ ની શિક્ષક તાલીમ દરમિયાન આ ફિલ્મ નું બાયસેગ ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવશે. 

कोई टिप्पणी नहीं: